ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: હિન્દી ફિલ્મક્ષેત્રે નવી સફળતાઓ હાંસલ કરી રહેલી અમદાવાદની ગુજરાતી પરિવારની દીકરી માધવી ભટ્ટે સુવિખ્યાત હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા પ્રોડક્શન્સમાં તૈયાર કરેલી વેબસિરીઝ ‘આશ્રમ‘ તા. 28મી ઓગસ્ટ 2020ના રોજ MX Player પર નિઃશૂલ્ક પ્રદર્શિત થઇ રહી છે. આજકાલના ધર્મગુરુઓના પાખંડનો પર્દાફાશ કરતી આ હાઇપ્રોફાઇલ વેબસિરીઝમાં માધવી ભટ્ટે ક્રિએટિવ હેડ અને એડિશનલ સ્ક્રીન-પ્લે રાઇટર તરીકેની પોતાની ક્ષમતાઓને પૂર્ણરૂપે અભિવ્યક્ત કરી છે.
સુશાંત કેસ: મુંબઇ પોલીસનો પર્દાફાશ? પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં થયેલી ગડબડ સામે આવી
પ્રકાશ ઝા નિર્મિત અને દિગ્દર્શિત વેબસિરીઝ ‘આશ્રમ‘ ધર્મગુરુઓના પાખંડી સ્વરૂપને રજૂ કરે છે, જે પોતાના સ્વાર્થ માટે ધાર્મિકવૃત્તિ ધરાવતા લોકોનો ગેરલાભ ઊઠાવી બદઇરાદાઓને પૂરા કરતા હોય છે. ફિલ્મનિર્માણ ક્ષેત્રે આગવી છાપ અને મિસાલ કાયમ કરે એવી કક્ષાની તૈયાર કરાયેલી છે. માધવીએ સત્યઘટના પર આધારિત પ્રથમ શોર્ટ ફિલ્મ ‘મૃતક’ બનાવી હતી, જેને જોઇને જાણીતા હિન્દી ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા પ્રભાવિત થયા હતા અને તેમણે માધવીને પોતાના પ્રોડક્શન હાઉસમાં નિમંત્રિત કરી હતી, જે માધવીની કારકિર્દીમાં ખૂબ જ મહત્વની ઘટના બની રહી. શોર્ટ ફિલ્મ ‘મૃતક’ બર્લિન શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ હતી. ઉપરાંત તે મુંબઇ વિમેન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને ઇન્ડિયન સિનેફિલ્મ ફેસ્ટિવલમાં નોમિનેટ થઇ હતી અને તેનું સ્ક્રીનિંગ પણ થયું હતું.
સુવિખ્યાત નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે કાર્ય કરવાની તક મળતાં માધવીએ પૂરી ધગશ અને લગન સાથે પ્રોડક્શન હાઉસમાં કામગીરી શરૂ કરીને ટૂંકા ગાળામાં જ પ્રકાશ ઝાના વિવિધ ફિલ્મ પ્રોજેક્ટ્સમાં દિગ્દર્શનનો અનુભવ મેળવીને સફળતાપૂર્વક કામગીરી સંભાળી લીધી. પ્રિયંકા ચોપરાની મુખ્ય ભૂમિકાવાળી ‘જય ગંગાજલ‘માં પ્રકાશ ઝાના આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામગીરી કરી હતી. ત્યારબાદ માધવી ભટ્ટે પ્રકાશ ઝા પ્રોડક્શનના બેનર હેઠળ સમાજના ગરીબ અને નબળા વર્ગના લોકો માટે કાર્યરત નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ‘નાલસા’ માટે 15 શોર્ટ ફિલ્મ અને એક ડોક્યુમેન્ટરી પણ બનાવી હતી. સાથે બે થીમ સોન્ગ પણ તૈયાર કર્યાં હતાં. જે પૈકીનું સોનુ નિગમના કંઠે ગવાયેલું, મનોજ મુન્તસિર દ્વારા લિખિત અને સલીમ-સુલેમાન દ્વારા સંગીતબદ્ધ કરાયેલા ‘એક મુઠ્ઠી આસમાન પે હક્ક હમારા હી હૈ....’ ગીત ખૂબ જ પ્રચલિત થયું હતું. ‘નાલસા’નું આ થીમ સોન્ગ જાગૃતિ ફેલાવવાનું કાયમ યાદગાર માધ્યમ બની રહેશે
અમદાવાદના પ્રતિષ્ઠિત પરિવારમાં જન્મેલી માધવી ભટ્ટ બાળપણથી જ કલા-સંસ્કૃતિ પ્રત્યે રુચિ ધરાવે છે. માધવીના દાદા પ્રેમશંકર ભટ્ટ ગુજરાત સરકારમાં સચિવ કક્ષાએ ઉચ્ચ હોદ્દાઓ થકી રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વનું યોગદાન આપનાર સનદી અધિકારી તરીકે નામના ધરાવે છે. માધવીના પિતા પ્રદીપભાઇ ભટ્ટ ગુજરાત હાઇકોર્ટના પૂર્વ ન્યાયમૂર્તિ અને હાલમાં ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યૂનલમાં ઓલ ઇન્ડિયા પ્રેસિડેન્ટ તરીકેનો હોદ્દો ધરાવે છે.
.સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે